ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 28, 2025 6:57 પી એમ(PM)

printer

CAG રિપોર્ટમાં દિલ્હીના AAP-નેતૃત્વ હેઠળના આરોગ્ય ક્ષેત્રમાં ભંડોળના દુરુપયોગ અને દવાની અછતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે

દિલ્હી વિધાનસભામાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આમ આદમી પાર્ટીની સરકાર દરમિયાન જાહેર આરોગ્ય માળખાગત સુવિધાઓ અને આરોગ્ય સેવાઓના સંચાલન અંગે ભારતના નિયંત્રક અને ઓડિટર જનરલ (CAG)નો રિપોર્ટ રજૂ કર્યો. આ અહેવાલમાં કોવિડના સમયમાં ભંડોળનો ઓછો ઉપયોગ, પ્રોજેક્ટ પૂર્ણ થવામાં વિલંબ અને શહેરની હોસ્પિટલોમાં દવાઓ અને સ્ટાફની અછત પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. રિપોર્ટમાં ખુલાસો થયો છે કે કોવિડ સમયે કેન્દ્રથી મળેલા લગભગ 788 કરોડ રૂપિયામાંથી અગાઉની સરકારે લગભગ 543 કરોડ રૂપિયાનો ઉપયોગ કર્યો હતો. અહેવાલમાં વર્ષ 2016 -17 થી 2021-22 સુધીના સમયગાળાને આવરી લેવામાં આવ્યો છે.
 ભાજપાના ધારાસભ્ય હરીશ ખુરાનાએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીની સરકારે ત્રણ હોસ્પિટલોના નિર્માણમાં વિલંબ કર્યો હતો, જેના કારણે 382 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. તેમણે કહ્યું કે પાછલી સરકારે દિલ્હીની હોસ્પિટલોમાં 32 હજાર નવા હોસ્પિટલ પથારીઓ   બનાવવાનો દાવો કર્યો હતો, પરંતુ છેલ્લા દસ વર્ષમાં ફક્ત એક હજાર 235 બેડ જ બનાવવામાં આવ્યા છે. ભાજપાના અજય
મહાવરે જણાવ્યું હતું કે આ રિપોર્ટ દર્શાવે છે કે 2016 થી 2022 સુધી હોસ્પિટલોમાં એમ્બ્યુલન્સની સંખ્યામાં સતત ઘટાડો થયો છે. તેમણે CAG રિપોર્ટના આધારે તપાસ અને દોષિતો સામે કાર્યવાહીની માંગ કરી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ