BZ ફાયનાન્સ દ્વારા રોકાણકારોના 6 હજાર કરોડ રૂપિયા ડૂબાડવાના આરોપમાં પકડાયેલા ભૂપેન્દ્ર ઝાલાની જામીન અરજીને કોર્ટે નામંજૂર કરી છે. ગઈકાલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જામીન અરજી નામંજૂર કરાઈ હતી.
સરકારી વકીલે દલીલ કરી હતી કે, આરોપી પાસે ધિરાણ માટેની કોઈ કાનૂની પરવાનગી કે લાઇસન્સ હતું નહીં. ઉપરાંત સરકારી વકીલ દ્વારા પૈસા સમયસર પરત ન મળ્યા હોય તેવા 150 લોકોની સૂચિ રજૂ કરાઈ હતી.
ઉલ્લેખનીય છે કે, BZ ફાઇનાન્સમાં સંડોવાયેલા ભૂપેન્દ્ર ઝાલા વિરૂદ્ધ CID ક્રાઈમ પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો, અને મહેસાણાના એક ફાર્મ હાઉસ પરથી ધરપકડ કરવામાં આવી હતી.
Site Admin | જાન્યુઆરી 31, 2025 8:08 એ એમ (AM) | મહેસાણા
BZ ફાયનાન્સ કૌભાંડના મુખ્ય આરોપી ભુપેન્દ્ર ઝાલાની જામીન અરજીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી.
