ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 28, 2024 7:04 પી એમ(PM) | bhupendrasingh zala | bz ponzy scheme | CID crime | gujarati news

printer

BZ પોન્ઝી સ્કીમનો મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલા સાત દિવસના રિમાન્ડ પર

BZ પોન્ઝી સ્કીમનો મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાને આજે ગાંધીનગર કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે તેને સાત દિવસના રિમાન્ડ આપ્યાં હતા. રિમાન્ડ મંજૂર થયા બાદ તેને સીઆઇડી ક્રાઇમની ઓફિસે પરત લવાયો હતો. તેના સાત દિવસના રિમાન્ડ દરમિયાન અનેક ખુલાસાઓ થાય તેવી શક્યતા છે.
આરોપી ભૂપેન્દ્ર ઝાલાની વિસનગરના દવાડાથી ગામેથી ઝડપાયા બાદ તેની સીઆઇડી ક્રાઇમે પ્રાથમિક પૂછપરછ કરી હતી..આરોપીની પૂછપરછ અંગેની વધુ વિગતો આપતા સીઆઇડી ક્રાઇમના ડીઆઈજી પરીક્ષિતા રાઠોડ એ જણાવ્યું હતું કે લોકોના 95 કરોડ રૂપિયા ચૂકવવાના હોવાનું પ્રાથમિક તપાસમાં ખોલ્યું છે.. સીઆઇડી ક્રાઇમ દ્વારા તેઓની મિલકત પણ ટાચમાં લેવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ