સાતમી ઓક્ટોરબરે પ્રધાનમંત્રીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે ત્યારે ભાજપ આ મહિનાની 17મી તારીખથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે એક મહિનાનું સેવા સંકલ્પ અભિયાન શરૂ કરશે. આજે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા ભાજપ પ્રમુખ નીતિન નવીને જણાવ્યું હતું કે વર્ષ 2001 માં સાત ઓક્ટોબરના દિવસે શ્રી મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પોતાનો કાર્યકાળ શરૂ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે આ વર્ષોમાં, શ્રી મોદીએ જાહેર સેવાથી રાષ્ટ્ર સેવા સુધીના મંત્ર દ્વારા માર્ગદર્શન મેળવતા સેવાની આ યાત્રાને સતત કાર્યરત રાખી છે.
સેવા સંકલ્પ અભિયાન રક્તદાન શિબિરના આયોજનથી શરૂ થશે. શ્રી નબીને માહિતી આપી હતી કે ગામડાઓ અને શહેરી વિસ્તારોને જોડતી સેવા જ્યોતિ કળશ યાત્રા 7 ઓક્ટોબરના રોજ પણ યોજાશે. તેમણે જણાવ્યું હતું કે સેવા મેરા યોગદાન કાર્યક્રમ આ મહિનાની 17 તારીખથી 17 ઓક્ટોબર સુધી લોકભાગીદારી સાથે યોજાશે.
તેમણે ઉમેર્યુ હતું કે જ્યારે શ્રી મોદીએ દેશનું નેતૃત્વ સંભાળ્યું, ત્યારે ભારત નીતિગત લકવોનો સામનો કરી રહ્યું હતું અને તેને નાજુક પાંચ અર્થતંત્રોમાંના એક તરીકે ઓળખવામાં આવી રહ્યું હતું, પરંતુ આજે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા છે.