ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ, BCCI એ આયર્લેન્ડ સામે ભારતની આગામી ત્રણ મેચની ODI શ્રેણી માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. હરમન પ્રીતની ગેરહાજરીમાં સ્મૃતિમંધાના બ્લુ ઈન બ્લુ ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે દીપ્તિ શર્મા ઉપ-કેપ્ટન તરીકે સેવા આપશે. રિચા ઘોષ અનેઉમા ચેત્રી વિકેટ કીપર તરીકે રહેશે. કેપ્ટન હરમનપ્રીત કૌર અને ઝડપી બોલર રેણુકા સિંહઠાકુરને શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો છે. ટીમના અન્ય સભ્યોમાં પ્રતિકા રાવલ, હરલીન દેઓલ, જેમિમાહ રોડ્રિગ્સ, તેજલ હસબનીસ, રાઘવી બિસ્ત, મિન્નુ મણિ, પ્રિયા મિશ્રા, તનુજા કંવર, તિતાસ સાધુ, સાયમા ઠાકોર અને સયાલી સાતઘરેનો સમાવેશ કરાયો છે.એક દિવસીય શ્રેણી 10 જાન્યુઆરીથી શરૂ થશે, બીજી મેચ 12 અને છેલ્લીમેચ 15 જાન્યુઆરીએ રમાશે. તમામ મેચો રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાશે.
Site Admin | જાન્યુઆરી 6, 2025 7:36 પી એમ(PM)