ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) એ પહેલી ઓક્ટોબર, 2024 થી 30 સપ્ટેમ્બર, 2025 સુધીના સમયગાળાને આવરી લેતી સીઝન માટે ભારતીય મહિલા ટીમ માટે રિટેનરશિપની જાહેરાત કરી છે. ક્રિકેટનાં તમામ ફોર્મેટનાં સુકાની હરમનપ્રીત કૌર, સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાના અને સ્ટાઇલિશ ઓલરાઉન્ડર દીપ્તિ શર્માને વર્ષોથી તેમના સતત પ્રદર્શન માટે ગ્રેડ એમાં સ્થાન આપવામાં આવ્યું છે. રેણુકા સિંહ, જેમિમા રોડ્રિગ્સ, રિચા ઘોષ અને શેફાલી વર્માને ગ્રેડ બીમાં જાળવી રાખવામાં આવ્યા છે. ભારતીય મહિલા ટીમ આગામી મહિને 27મી તારીખે શ્રીલંકામાં શરૂ થનારી ત્રિકોણીય વન-ડે શ્રેણીમાં શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા સામે રમશે.
Site Admin | માર્ચ 25, 2025 2:21 પી એમ(PM) | BCCI
BCCI એ પહેલી ઓક્ટોબર, 2024 થી 30 સપ્ટેમ્બર, 2025 સુધીના સમયગાળાને આવરી લેતી સીઝન માટે ભારતીય મહિલા ટીમ માટે રિટેનરશિપની જાહેરાત કરી
