બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા-BCCIએ બોર્ડના કાર્યકારી સચિવ તરીકે દેવજીત સાઇકિયાની નિવૃત્તિ કરી છે. બોર્ડના કાર્યકારી પ્રમુખ રોજર બિન્નીએ તાજેતરમાં ICCના નવા અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળનારા જય શાહની જગ્યાએ સાઇકિયાની નિયુક્તિ કરી છે.દેવજીત સાઇકિયા ભૂતપૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર અને હાલમાં BCCIના જોઈન્ટ સેક્રેટરી છે.બિન્નીએ નિયમો હેઠળ કાયમી સચિવની નિમણૂક ન થાય ત્યાં સુધી તેમની બંધારણીય સત્તાનો ઉપયોગ કરીને કામચલાઉ વ્યવસ્થા તરીકે સાઇકિયાની નિયુક્તિ કરી છે. તેઓ સપ્ટેમ્બર વર્ષ 2025 સુધી આ હોદ્દા પર રહેશે.
Site Admin | ડિસેમ્બર 10, 2024 1:56 પી એમ(PM) | BCCI
BCCIએ બોર્ડના કાર્યકારી સચિવ તરીકે દેવજીત સાઇકિયાની નિયુક્તિ કરી
