પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, BAPSના કાર્યકરો દ્વારા કરાયેલા માનવતાના કાર્યોના લીધે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનો પ્રભાવ અને ક્ષમતામાં વધારો થયો છે. આજે અમદાવાદમાં બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા – BAPSના કાર્યકર સુવર્ણ મહોત્સવમાં વિડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી સંબોધતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, BAPSના કાર્યકરોની કામગીરીએ ભારતના સમૃદ્ધ આધ્યાત્મિક વારસાની ક્ષમતાનો પરિચય સમગ્ર વિશ્વને કરાવ્યો છે
સેવા એ ભારતીય સંસ્કૃતિનો મુખ્ય સિદ્ધાંત છે તેમ જણાવીને શ્રી મોદીએ ઉપસ્થિત કાર્યકરોને રાષ્ટ્ર ઘડતર અને સમાજમાટે ઉપયોગી કામગીરી કરવા અપીલ કરી હતી. BAPS સંસ્થાના વડા મહંત સ્વામીએ ગત જાન્યુઆરીમાં શરૂ કરાવેલ કાર્યકર સુવર્ણ મહોત્સવનું આજે સમાપન થશે. આ પ્રસંગે આશરે 30 દેશોના BAPS ના કાર્યકરોની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થઇ રહ્યા છે.
આ કાર્યક્રમમાં સંસ્થાના વડા મહંતસ્વામી, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | ડિસેમ્બર 7, 2024 7:48 પી એમ(PM)
BAPSના કાર્યકરો દ્વારા કરાયેલા માનવતાના કાર્યોના લીધે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનો પ્રભાવ અને ક્ષમતામાં વધારો થયો છે:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
