ભારતીય આયૂરવિજ્ઞાન સંસ્થા-એઈમ્સ, નવી દિલ્હીએ આજે રોબોટિક સર્જરી માટે નવું તાલીમ કેન્દ્ર સ્થાપવા માટે ઈન્ટ્યુટીવ, એક ટેકનોલોજી કંપની સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે.. AIIMSનું ‘દાવિન્સી રોબોટિક-સર્જરી તાલીમ કેન્દ્ર તબીબો સર્જનો અને અન્ય ટીમોને યુરોલોજી, ગાયનેકોલોજી, જનરલસર્જરી અને અન્ય વિશેષતાઓમાં રોબોટિક સર્જરી કરવામાં મદદ કરશે. AIIMSના ડિરેક્ટર ડૉ. એમ. શ્રીનિવાસે જણાવ્યું હતું કે સંસ્થા પાસે અનુભવી રોબોટિક સર્જનો છે જેઓ સમગ્ર દેશમાં નવા સર્જનોને માર્ગદર્શન આપશે અને તાલીમ આપશે. તેમણે કહ્યું કે આ કેન્દ્ર સમગ્ર ભારતમાં સર્જિકલ કૌશલ્યને આગળ વધારવા અને દર્દીની સંભાળના ધોરણોને સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે. પ્રોફેસર, સર્જરીવિભાગ,ડૉ. વી.કે. બંસલે કહ્યું કે આ સમજૂતી કરાર સાથે, એઈમ્સ નવી દિલ્હીને રોબોટિક સર્જરીની તાલીમ માટેની તમામ તકો મળી છે. તેમણે કહ્યું કે સંસ્થાના નવીદિલ્હીના તબીબો અને બહારના લોકો રોબોટિક સર્જરી શીખી શકશે.
Site Admin | સપ્ટેમ્બર 24, 2024 6:44 પી એમ(PM)
AIIMS એ રોબોટિક સર્જરી માટે નવું તાલીમ કેન્દ્ર સ્થાપવા માટે ઈન્ટ્યુટીવ, એક ટેકનોલોજી કંપની સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા
