76 મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી આ વર્ષે તાપી ખાતે યોજાશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજ વંદન સમારોહ યોજાશે.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સાબરકાંઠા ખાતે તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી – ગાંધીનગર ખાતે ધ્વજ વંદન કરશે. અન્ય કેબિનેટ મંત્રીઓમાં કનુભાઈ દેસાઇ વલસાડના વાપી ખાતે
ઋષિકેશ પટેલ – બનાસકાંઠામાં અંબાજી ખાતે
રાઘવજી પટેલ – રાજકોટમાં કોટડા સાંગાણી ખાતે ધ્વજવંદન કરશે.
બળવંતસિંહ રાજપૂત મહેસાણા પાંચોટ ખાતેથી
જ્યારે બોટાદના બરવાળા ખાતે કુંવરજી બાવળિયા,
જામનગરમાં મંત્રી મુળુ બેરા,
ભાવનગરના શિહોરમાં શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર,
તો અમદાવાદના ધંધુકા ખાતેથી ભાનુબેન બાબરિયા ધ્વજવંદન કરશે. જ્યારે સુરતના ઉમરપાડા ખાતે પ્રફુલ પાનશેરીયા ધ્વજ લહેરાવશે.
આ ઉપરાંત સુરેન્દ્રનગર, આણંદ, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, કચ્છ, વડોદરા, નર્મદા, મહીસાગર, ડાંગ, પાટણ, દેવભૂમિ દ્વારકા, અરવલ્લી અને મોરબી ખાતે સંબંધિત જિલ્લાના કલેકટરશ્રીના હસ્તે ધ્વજ વંદન સમારોહ યોજાશે.
Site Admin | જાન્યુઆરી 23, 2025 7:59 પી એમ(PM) | 76 મા પ્રજાસત્તાક પર્વ
76 મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી આ વર્ષે તાપી ખાતે યોજાશે
