ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 25, 2025 3:06 પી એમ(PM) | પ્રજાસત્તાક પર્વની ઉજવણી

printer

76મા રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી આવતીકાલે તાપી જિલ્લામાં કરવામાં આવશે

76મા રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી આવતીકાલે તાપી જિલ્લામાં કરવામાં આવશે. આજે સાંજે વ્યારા ખાતે સાંજે રાજ્યપાલની અધ્યક્ષતામાં એટ હોમ કાર્યક્રમ યોજાશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વ્યારા ખાતે તાપી જિલ્લામાં 240 કરોડ રૂપિયાની યોજનાનું લોકાર્પણ કરશે. શ્રી પટેલ 124 કરોડ રૂપિયાના 20 કામોનું લોકાર્પણ અને 115 કરોડ રૂપિયાના 41 કાર્યોનું ખાતમુહૂર્ત કરશે. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહેશે.
મુખ્યમંત્રી પોલીસ હેડક્વાર્ટર ખાતે ગુજરાત પોલીસ એક્સ્પોનું ઉદઘાટન કરશે. દક્ષિણાપદ વિવિધલક્ષી વિદ્યાલય ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે જેમાં રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ