76મા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ ગઈકાલે સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ પુરસ્કારોની જાહેરાત કરાઈ છે. આ પુરસ્કારમાં રાજ્યનાં આઠ મહાનુભાવોનો સમાવેશ કરાયો છે. ભારત સરકારની જાહેરાત મુજબ, નૃત્ય ક્ષેત્રે અનન્ય સિદ્ધિઓ હાંસલ કરનારાં કુમુદિનીબેન લાખિયાને પદ્મવિભૂષણથી સન્માનવામાં આવ્યાં છે. જ્યારે વેપાર ઉદ્યોગ ક્ષેત્રે અગ્રણી પંકજ પટેલને પદ્મભૂષણ, સાહિત્ય ક્ષેત્રે સ્વર્ગીય ચંદ્રકાન્ત શેઠને મરણોત્તર પદ્મશ્રી સન્માન મળ્યું છે.
જ્યારે આર્કિટેક ક્ષેત્રે ચંદ્રકાન્ત સોમપુરા, કળા ક્ષેત્રે સુરેન્દ્રનગરના લવજી નાગજીભાઈ પરમાર અને રતનકુમાર પરિમુ, સમાજ સેવા માટે સાબરકાંઠાના સુરેશ હરિલાલ સોની અને ગુજરાતી ભાષાના કવિ તુષાર દુર્ગેશભાઈ શુક્લને સાહિત્ય ક્ષેત્રે યોગદાન બદલ પદ્મશ્રીથી સન્માનિત કરાયા છે. રાજ્યના આ તમામ પદ્મ પુરસ્કાર વિજેતાઓને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અભિનંદન પાઠવ્યા છે.
Site Admin | જાન્યુઆરી 26, 2025 8:10 એ એમ (AM) | 76મા પ્રજાસત્તાક દિવસ
76મા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ ગઈકાલે સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ પુરસ્કારોની જાહેરાત કરાઈ છે.
