76માં પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 11 મરણોત્તર સહિત ૯૩ સશસ્ત્ર દળો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના કર્મચારીઓને શૌર્ય પુરસ્કારો આપવાની જાહેરાત કરી છે. આમાં એક મરણોત્તર સહિત બે કીર્તિ ચક્ર, ત્રણ મરણોત્તર સહિત 14 શૌર્ય ચક્ર, એક બાર ટુ સેના ચંદ્રક (વીરતા), સાત મરણોત્તર સહિત 66 સેના ચંદ્રક, બે નાઓ સેના ચંદ્રક (વીરતા) અને આઠ વાયુ સેના ચંદ્રક (વીરતા)નો સમાવેશ થાય છે.
મેજર મનજીત અને નાઈક દિલવાર ખાનને મરણોત્તર કીર્તિ ચક્રથી સન્માનીત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિએ સશસ્ત્ર દળો અને અન્ય કર્મચારીઓને ૩૦૫ સંરક્ષણ પુરસ્કારો આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે.
Site Admin | જાન્યુઆરી 26, 2025 9:01 એ એમ (AM) | 76મા પ્રજાસત્તાક દિવસ
76માં પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 11 મરણોત્તર સહિત ૯૩ સશસ્ત્ર દળો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના કર્મચારીઓને શૌર્ય પુરસ્કારો આપવાની જાહેરાત કરી છે.
