76માં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વર્ષ 2025 માટે 139 પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે. આ યાદીમાં 7 પદ્મ વિભૂષણ, 19 પદ્મ ભૂષણ અને 113 પદ્મ શ્રી પુરસ્કારોનો સમાવેશ થાય છે. પુરસ્કાર વિજેતાઓમાં 23 મહિલાઓ, વિદેશી, બિન-નિવાસી ભારતીય, ભારતીય મૂળના લોકો અને ભારતના વિદેશી નાગરિકોની શ્રેણીના 10 વ્યક્તિઓ અને 13 મરણોત્તર પુરસ્કારોનો પણ સમાવેશ થાય છે.
ભારતીય લેખક એમટી વાસુદેવન નાયર, સુઝુકી મોટર કોર્પોરેશન, ઓસામુ સુઝુકીના ભૂતપૂર્વ ચેરમેન અને ગાયિકા શારદા સિંહાને મરણોત્તર પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. ગાયક પંકજ ઉધાસ અને અર્થશાસ્ત્રી બિબેક દેબરોયને મરણોત્તર પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.
હોકી ખેલાડી પીઆર શ્રીજેશને પદ્મ ભૂષણનું સન્માન આપવામાં આવ્યું છે. ક્રિકેટર આર અશ્વિન અને ફૂટબોલ ખેલાડી આઈએમ વિજયનને પદ્મશ્રીથી સન્માનીત કરવામાં આવ્યા છે.
Site Admin | જાન્યુઆરી 26, 2025 8:58 એ એમ (AM) | 76મા પ્રજાસત્તાક દિવસ
76માં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વર્ષ 2025 માટે 139 પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી.
