ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 16, 2024 7:52 પી એમ(PM) | કચ્છ એક્સપ્રેસ

printer

70મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડમાં ગુજરાતના ચલચિત્ર કચ્છ એક્સપ્રેસને ત્રણ રાષ્ટ્રીય એવોર્ડ મળ્યાં

વર્ષ 2022 માટેના 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં ગુજરાતી ફિચર ફિલ્મ “કચ્છ એક્સપ્રેસ”ને રાષ્ટ્રીય,સામાજિક અને પર્યાવરણીય મૂલ્યોને પ્રોત્સાહન આપતી શ્રેષ્ઠ ફિચર ફિલ્મનો પુરસ્કાર મળ્યો છે. મહિલા સશક્તીકરણનો મુદ્દો મજબૂત રીતે રજૂ કરતી આ ફિલ્મ વિવેચકોએ ખૂબ વખાણી હતી.
આ ફિલ્મના નિર્માતા સોલ સૂત્ર એલએલપી છે તેમજ દિગ્દર્શક વિરલ શાહ છે. તેઓને 2 લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર જાહેર થયો છે. આ સાથે આ ફિલ્મની મુખ્ય ભૂમિકામાં રહેલી અભિનેત્રી માનસી પારેખને શ્રેષ્ઠ અભિનેત્રી તરીકેનો એવોર્ડ જાહેર થયો છે. જેમને સંયુક્ત રીતે રૂપિયા બે લાખનો પુરસ્કાર તેમજ રજત કમલ એનાયત થશે. આ ઉપરાંત, “કચ્છ એક્સપ્રેસ” ફિલ્મ માટે શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઈનરનો એવોર્ડ નિકી જોશીના ફાળે ગયો છે. આ માટે નિકી જોશીને 2 લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર અને રજત કમલ પ્રદાન કરાશે.
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર દેશનો સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મ પુરસ્કાર છે. તેની શરૂઆત 1954માં થઈ હતી. આ કાર્યક્રમનું આયોજન કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. આ પછી રાષ્ટ્રપતિ આ પુરસ્કારોનું વિતરણ કરે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે “કચ્છ એક્સપ્રેસ”ને મળેલા ત્રણ પુરસ્કાર અંગે ખુશી વ્યક્ત કરી હતી.. તેમણે ફિલ્મના દિગ્દર્શક અને અભિનેતા તેમજ કોસ્ચ્યુમ ડિઝાઇનીંગનો એવોર્ડ મેળવનાર નીકી જોશીને પણ અભિનંદન આપ્યા હતા..

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ