રાજ્યના હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્રના ભાવનગર, દક્ષિણ ગુજરાતના ભરૂચ, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મધ્ય ગુજરાતના વડોદરામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે આવતીકાલે સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદની શક્યતા છે.
રાજ્યમાં ગઈકાલે સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીમાં કુલ 190 તાલુકામાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો હતો. સત્તાવાર આંકડા મુજબ, સૌથી વધારે સવા ચાર ઇંચ વરસાદ ગાંધીનગરના માણસા અને મહેસાણામના વિજાપુર તાલુકામાં વરસ્યો હતો. જ્યારે મહેસાણા, પ્રાંતિજ અને ડીસા તાલુકામાં ત્રણ ઇંચથી વધુ, આઠ તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયાના અહેવાલ છે.
Site Admin | સપ્ટેમ્બર 6, 2024 8:16 એ એમ (AM) | ભારે વરસાદ