55મો ભારત આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ આજે ગોવામાં ભવ્ય ઉદઘાટન સમારોહ સાથે શરૂ થઈ રહ્યો છે. જે આ મહિનાની 28 તારીખ સુધી ચાલુ રહેશે. ગોવાના મુખ્યમંત્રી ડૉ. પ્રમોદ સાવંતે ગઈ કાલે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી સ્ટેડિયમની મુલાકાત લીધી હતી અને તૈયારીઓની સમીક્ષા કરી હતી. આકાશવાણી સાથે વાત કરતા તેમણે કહ્યું કે ઉદ્ઘાટન સમારોહની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
આકાશવાણી સાથે વાત કરતા માહિતી અને પ્રસારણ સચિવ સંજય જાજુએ કહ્યું કે આ વર્ષે ફિલ્મ મહોત્સવમાં ઘણી નવી પહેલ કરવામાં આવી છે અને તે યુવા ફિલ્મ નિર્માતાઓને સમર્પિત છે. તેમણે કહ્યું કે 100 યુવા પ્રતિભાઓ ક્રિએટીવ માઇન્ડ ઓફ ટુમોરો પ્લેટફોર્મ પર તેમની સર્જનાત્મક ક્ષમતાઓ રજૂ કરશે. આ વર્ષે એકસો દેશોની ચારસોથી વધુ ફિલ્મો મહોત્સવમાં બતાવવામાં આવશે.
Site Admin | નવેમ્બર 20, 2024 8:53 એ એમ (AM) | #IFFI2024 #IFFIGoa #TheFutureIsNow #akashvaninews #akashvani