માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ સંજય જાજુએ આજે પણજી, ગોવામાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ -2024 માટે તૈયારીની સમીક્ષા બેઠક યોજી હતી. ગોવાના મુખ્ય સચિવ પુનિત ગોયલ,ફિલ્મ મહોત્સવના ડિરેક્ટર શેખર કપૂર,નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા, એન્ટરટેઈનમેન્ટ સોસાયટી ઑફ ગોવા અને અન્ય લોકો તેમાં હાજર હતા. બાદમાં તેઓ ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતને મળ્યા હતા. 55મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 20 થી 28 નવેમ્બર દરમિયાન ગોવામાં યોજાશે.
Site Admin | સપ્ટેમ્બર 24, 2024 6:40 પી એમ(PM)
55મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 20 થી 28 નવેમ્બર દરમિયાન ગોવામાં યોજાશે
