38મી રાષ્ટ્રીય રમતોમાં કાયાકિંગ અને કેનોઇંગ સ્પ્રિન્ટ સ્પર્ધામાં ઓડિશા, ઉત્તરાખંડ અને સર્વિસિસે શાનદાર પ્રદર્શન કર્યું. મહિલાઓની K-4 500 મીટર સ્પર્ધામાં, ઓડિશા ટીમે ગોલ્ડ મેડલ જીત્યો. દરમિયાન મહિલાઓની K-1 500 મીટર સ્પર્ધામાં, ઉત્તરાખંડની ફેરેનબેન સોનિયા દેવીએ પાણીમાં પોતાની ગતિ દર્શાવી અને સુવર્ણ ચંદ્રક પોતાના નામે કર્યો. આ ઉપરાંત પુરુષોની K-4 500 મીટર સ્પર્ધામાં, સર્વિસિસ ટીમે સુવર્ણ ચંદ્રક જીતી પ્રથમ સ્થાન મેળવ્યું.
Site Admin | ફેબ્રુવારી 13, 2025 7:07 પી એમ(PM) | નેશનલ ગેમ્સ
38મી રાષ્ટ્રીય રમતોમાં કાયાકિંગ અને કેનોઇંગ સ્પ્રિન્ટ સ્પર્ધામાં ઓડિશા, ઉત્તરાખંડ અને સર્વિસિસે શાનદાર પ્રદર્શન કર્યું
