ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 7, 2025 7:43 પી એમ(PM) | કેન્દ્ર સરકાર

printer

36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્થાપિત 53 ટેલિ માનસ સેલ દ્વારા અત્યાર સુધીમાં 18 લાખથી વધુ કોલ્સ પ્રાપ્ત થયા

કેન્દ્ર સરકારે આજે જણાવ્યું હતું કે 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્થાપિત 53 ટેલિ માનસ સેલ દ્વારા અત્યાર સુધીમાં 18 લાખથી વધુ કોલ્સ પ્રાપ્ત થયા છે. આજે લોકસભામાં એક લેખિત જવાબમાં, આરોગ્ય અને પરિવારકલ્યાણ રાજ્યમંત્રી પ્રતાપરાવ જાધવે માહિતી આપી હતી કે ટેલિ-માનસ સેવાઓ 20 ભાષાઓમાં ઉપલબ્ધ છે. તેમણે એ પણ માહિતી આપી કે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાનટેલિ માનસ સેવાઓ પર 343 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. બીજાએક લેખિત જવાબમાં, શ્રી જાધવે માહિતી આપી કે આજ સુધીમાં, દેશમાં 73 કરોડથી વધુ આયુષ્માન ભારત આરોગ્ય ખાતા-ઓરાઆઈડી બનાવવામાં આવ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ