ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

31 ડિસેમ્બરને લઈને રાજ્યમાં દારૂની હેરફેર અટકાવવા પોલીસની સઘન તપાસ

31 ડિસેમ્બર અને નવા વર્ષના આગમનની ઉજવણીને લઈને દારૂની હેરાફેરી રોકવા રાજ્યભરમાં સઘન તપાસ ચાલી રહી છે.
અમારા મહિસાગર જિલ્લાના પ્રતિનિધિ કૌશિક જોષી જણાવે છે કે, રાજસ્થાનથી ગુજરાતમાં લવાતા દારૂની હેરાફેરી રોકવા જિલ્લામાં લુણાવાડા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. ખાનપુર, કાલીયા કુવા, ડીટવાસ પુનાવાડા તેમજ સંતરામપુરના આનંદપુરી પાસે વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી છે. જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં પ્રવેશતાની સાથે જ પોલીસ સઘન ચેકિંગ કરી
રહી છે.
અમારા અરવલ્લી જિલ્લાના પ્રતિનિધી અંકિત ચૌહાણ જણાવે છે કે, જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ વાહન ચેકિંગ તથા બ્રેથ એનેલાઈઝર દ્વારા તપાસ કરવામાં આવી રહ્યા છે. રાજસ્થાનથી
ગુજરાતમાં પ્રવેશતા તમામ રસ્તાઓ પર પોલિસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મોડાસા શામળાજી હાઈવે પર પોલિસની ટીમ દ્વારા આવતા જતાં વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
અમારા તાપી જિલ્લાના પ્રતિધિનિ નીરવ કંસારા જણાવે છે કે, મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં દારૂની હેરફેર ન થાય તે માટે તાપી પોલીસે અલગ અલગ ચેકપોસ્ટ બનાવી છે અને ફાર્મ હાઉસો પર તપાસ હાથ
ધરવામાં આવી રહી છે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ