31મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસનું ગઇકાલે મધ્યપ્રદેશના ભોપાલમાં સમાપન થયું છે. ચાર દિવસીય આ કાર્યક્રમમાં હજારો વિદ્યાર્થીઓએ ‘સ્વાસ્થ્ય અને સુખાકારી માટે ઈકોસિસ્ટમને સમજવું’ વિષયવસ્તુ પર વિજ્ઞાન અને ઈનોવેશન પર ધ્યાન કેન્દ્રિત કરીને તેમની પ્રતિભા દર્શાવી હતી.
આ કાર્યક્રમ બાળ વૈજ્ઞાનિકોને તેમની કલ્પના અને નવીનતાને નવી દિશા મળે તે માટે એક મહત્વનું પ્લેટફોર્મ છે. આ કાર્યક્રમ ભવિષ્યના વૈજ્ઞાનિકોને તૈયાર કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. આ કાર્યક્રમમાં એકંદરે 640 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં 194 પ્રોજેક્ટ મોડલ રજૂ કરવામાં આવ્યા હતા. 376 વિદ્યાર્થીનીઓએ તેમના વૈજ્ઞાનિક મોડલ દ્વારા ભાગ લીધો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમોમાં 28 રાજ્યો અને 6 દેશોના બાળકોએ ભાગ લીધો હતો.
Site Admin | જાન્યુઆરી 7, 2025 10:04 એ એમ (AM) | કોંગ્રેસ