ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 12, 2025 1:49 પી એમ(PM)

printer

30 દિવસથી વધુ સમયથી અમેરિકામાં રહેતા તમામ વિદેશી નાગરિકોએ ફરજિયાત નોંધણી કરાવવી પડશે

અમેરિકામાં વસતા વિદેશીઓ માટે ચિંતાજનક ઘટનાક્રમમાં વ્હાઇટ હાઉસે જાહેરાત કરી છે કે 30 દિવસથી વધુ સમયથી દેશમાં રહેતા તમામ વિદેશી નાગરિકોએ સરકાર સાથે નોંધણી કરાવવી પડશે અથવા દંડ, કેદ અને દેશનિકાલ સહિત કડક સજાનો સામનો કરવો પડશે.
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે એક નિવેદનમાં જણાવ્યું કે, એલિયન રજિસ્ટ્રેશન એક્ટ હેઠળ નોંધણી કરવાની સમયમર્યાદા 11 એપ્રિલ હતી.
નવા નિયમ હેઠળ, વિઝા ધારકો અને કાયદેસર કાયમી રહેવાસીઓ સહિત વિદેશી નાગરિકોએ નોંધણીનો પુરાવો સાથે જ રાખવો પડશે. આ નિયમ અમેરિકામાં 30 દિવસથી વધુ સમય સુધી રહેનારી વ્યક્તિઓને લાગુ પડે છે અને તેમાં નવા આવેલા વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ