23મા દિવ્ય કલા મેળાનો આજથી વડોદરાના અકોટા સ્ટેડિયમ ખાતે પ્રારંભ થશે. કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી બી.એલ.વર્મા આ મેળાનું ઉદ્દઘાટન કરશે. મેળામાં 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 100 દિવ્યાંગ કારીગરો, કલાકારો અને ઉદ્યોગસાહસિકો વિવિધ ઉત્પાદનો અને સાંસ્કૃતિક વિવિધતા પ્રદર્શિત કરશે. જેમાં ગૃહ સુશોભનની ચીજ વસ્તુઓ, કપડાં, સ્ટેશનરી અને પર્યાવરણ અનુકૂળ ઉત્પાદનો અને જ્વેલરી સહિતના ઉત્પાદનો હશે.
‘વોકલ ફોર લોકલ’ અભિયાનના ભાગરૂપે આ મેળાનું આયોજન રાષ્ટ્રીય દિવ્યાંગજન નાણાં અને વિકાસ કોર્પોરેશન દ્વારા કરાયું છે. 19 જાન્યુઆરી સુધી ચાલનારા આ મેળામાં દેશના વિવિધ ભાગોમાંથી દિવ્યાંગ કલાકારો દ્વારા ‘દિવ્ય કલા શક્તિ’ નામનો વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે.
Site Admin | જાન્યુઆરી 9, 2025 9:05 એ એમ (AM)