રાજ્ય સરકારે 21 જિલ્લામાં સરકારી પુસ્તકાલયો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત, 7 આદિજાતિ જિલ્લાના 14 તાલુકામાં પણ પુસ્તકાલયો શરૂ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી છે. જેથી, તમામ આદિવાસી સમુદાયોને વાંચન સેવાનો 100 ટકા લાભ પ્રાપ્ત થશે.
ઉપરાંત, આ વર્ષે 64 જેટલા સરકારી તાલુકા ગ્રંથાલયો શરૂ કરવાનો પણ નિર્ણય કરાયો છે. વિશિષ્ટ, શહેર અને ગ્રામ ગ્રંથાલયો, મહિલા અને બાળ ગ્રંથાલયો વગેરેના અનુદાનના દરોમાં વધારો કરવા માટે પણ રાજ્ય સરકારે મંજૂરી આપી છે.
ઉપરાંત, સ્વર્ગીય શ્રી મોતીભાઈ અમીન ગ્રંથાલય સેવા એવોર્ડના પુરસ્કારની રકમમાં 50 ટકાથી વધુનો વધારો રાજ્ય સરકાર દ્વારા કરાયો છે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે 6 સપ્ટેમ્બરનો દિવસ ‘રાષ્ટ્રીય પુસ્તક વાંચન દિવસ’ તરીકે મનાવવામાં આવે છે.
Site Admin | સપ્ટેમ્બર 6, 2024 8:14 એ એમ (AM) | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ