કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના લક્ષ્યને આગળ ધપાવવામાં બેંકિંગ
ક્ષેત્રએ નિર્ણાયક ભૂમિકા ભજવવી પડશે. ગઈકાલે પૂણેમાં બેંક ઓફ મહારાષ્ટ્રનાં 90મા સ્થાપના દિવસ પ્રસંગે આયોજિત એક કાર્યક્રમમાં સુશ્રી સીતારમણે MSME સેક્ટરને ટેકો
આપવાના મહત્વ પર ભાર મૂક્યો અને બેંક દ્વારા અમલી બનાવવામં આવેલા 'કેશ ફ્લો- આધારિત ધિરાણ' મોડલની પ્રશંસા કરી હતી. તેમણે માળખાકીય સુવિધાઓ માટે ભંડોળ, ઔપચારિક બેંકિંગ સેવાઓ વધુ સુગમ બનાવવા, અને તમામ નાગરિકો માટે વ્યાપક વીમા કવરેજની ખાતરી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, સરકારી વીમા યોજનાઓને ગરીબમાં ગરીબ લોકો સુધી પહોંચાડવામાં જાહેર ક્ષેત્રની બેંકો નિર્ણાયક ભૂમિકા ભજવે છે.