કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી રાજ્યમંત્રી ડૉ.જીતેન્દ્રસિંહે ગઈકાલે નવી દિલ્હીમાં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) અને બાયો ટેકનોલોજી વિભાગ વચ્ચે સમજૂતી કરાર પર કર્યા હતા. શ્રી સિંહે જણાવ્યું હતું કે, 2035 સુધીમાં ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન હશે, જે ભારતીય અંતરીક્ષ સ્ટેશન તરીકે ઓળખાશે. ભારતના અવકાશ ક્ષેત્રના ઝડપી વિકાસમાં જાહેર-ખાનગી ભાગીદારી મહત્વપૂર્ણ રહી છે.
ડૉ.જીતેન્દ્રસિંહે વધુમાં જણાવ્યું કે, સ્પેસ સ્ટાર્ટઅપ્સની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે, લગભગ 300 સ્ટાર્ટઅપ્સ હવે સ્પેસ અર્થતંત્રમાં યોગદાન આપી રહ્યા છે. આ સમજૂતી કરારમાં ‘ભારતીય અંતરિક્ષ સ્ટેશન’ની સ્થાપના અને ‘બાયોઇ3’ (અર્થતંત્ર, પર્યાવરણ અને રોજગાર માટે બાયોટેકનોલોજી) નીતિના અનાવરણ સહિત અનેક મુખ્ય પહેલોની રૂપરેખા છે.