કેન્દ્રીયનવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રી પ્રહલાદ જોષીએ આજ જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં યોજાયેલી રીન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર મીટની ચોથી આવૃત્તિમાં રોકાણકારોએ 2030 સુધીમાં પુનઃપ્રાપ્ય ઊર્જા પ્રોજેક્ટ્સમાં કુલ 32 લાખ 45 હજાર કરોડનાં રોકાણની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી. આજે ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા શ્રી જોષીએ જણાવ્યું કે, વિવિધ રાજ્ય સરકારો અને ખાનગી ઉત્પાદકોએ વર્ષ 2030 સુધીમાં સૌર અને પવન ઊર્જા સહિતનાં અક્ષય ઊર્જા ક્ષેત્રોમાં નોંધપાત્ર રોકાણ કરવાની ખાતરી આપી છે. તેમણે જણાવ્યું કે, ઊર્જા ક્ષેત્રમાં તાજેતરમાં આવેલા પરિવર્તનનાં મોજામાં ભારત અગ્રણી રહ્યું છે અને હવે લોકોમાં પુનઃપ્રાપ્ય ઊર્જા અંગે જાગૃતિ ફેલાવવાનો સમય આવી ગયો છે.ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આવતી કાલે સમાપન સમારોહનું અધ્યક્ષપદ સંભાળશે.
Site Admin | સપ્ટેમ્બર 17, 2024 7:09 પી એમ(PM)
2030 સુધીમાં રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ માટે ₹32.45 લાખ કરોડનું રોકાણ : કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી
