ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

2030 સુધીમાં પશુઓને પગ અને મોંઢામાં થતા રોગથી પશુઓને બચાવ કરવા લેવામાં આવેલા પગલાંની સમીક્ષા.

કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી રાજીવ રંજન સિંઘે રસીકરણ દ્વારા 2030 સુધીમાં પશુઓને પગ અને મોંઢામાં થતા રોગથી પશુઓને બચાવવા મુક્ત ભારતનો ધ્યેય હાંસલ કરવા લેવામાં આવેલા પગલાંની સમીક્ષા કરી હતી.
શ્રી સિંઘે ભારપૂર્વક જણાવ્યું કે પશુધન ક્ષેત્ર માત્ર ભારતીય અર્થતંત્ર માટે જ નહીં પરંતુ ખેડૂતોની આજીવિકા માટે પણ મહત્વપૂર્ણ છે.
બેઠક દરમિયાન, 2030 સુધીમાં ભારતને પશુઓને પગ અને મોંઢામાં થતા રોગથી મુક્ત બનાવવા માટેના એક્શન પ્લાન પર ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા કર્ણાટક, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર અને ગુજરાત સહિતના રાજ્યોને આ રોગથી મુક્ત ઝોન બનાવવા માટે મૂલ્યાંકન હાથ ધરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે પગ અને મોઢાના થતા રોગને કારણે દર વર્ષે લગભગ 24 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થાય છે અને તેને નિયંત્રિત કરવાથી દૂધનું ઉત્પાદન વધશે.
શ્રી સિંહે ખુશી વ્યક્ત કરી હતી કે તમામ પ્રાણીઓની રસીઓ સ્થાનિક રીતે બનાવવામાં આવે છે અને હવે ભારત રસીની નિકાસ કરવાની હરોળમાં છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ઘેટાં-બકરાંને પગ અને મોં ના રોગથી બચવા માટે રસીકરણની કામગીરી ઝડપી કરવામાં આવી છે. લદ્દાખમાં પહેલેથી જ રસીકરણ ચાલી રહ્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ