કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, માર્ચ 2026 સુધી દેશમાંથી નક્સલવાદ સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ જશે અને તેમાં કેન્દ્રીય અનામત પોલીસ દળ- C.R.P.F.ના જવાન સૌથી મહત્વની ભૂમિકા ભજવશે. શ્રી શાહ આજે મધ્યપ્રદેશના નીમચ ખાતે C.R.P.F.ના 86-મા સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલા સમારોહને સંબોધી રહ્યા હતા. તેમણે કહ્યું, કોબરા બટાલિયનના જવાન દેશને નક્સલમુક્ત બનાવવામાં નોંધપાત્ર કામ કરી રહ્યા છે અને તેમના અદભૂત સાહસના આધારે જ નક્સલવાદથી સંપૂર્ણ રીતે મુક્તિનો દેશનો સંકલ્પ પૂર્ણ થશે.
દેશના અમર શહીદોના બલિદાનને નમન કરતા શ્રી શાહે કહ્યું, દેશના ઇતિહાસમાં સુરક્ષા દળોના અમર શહીદોની શૌર્યગાથા સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવશે.
Site Admin | એપ્રિલ 17, 2025 1:44 પી એમ(PM)
2026 સુધીમાં દેશમાંથી નક્સલવાદને સંપૂર્ણ સમાપ્ત કરવામાં CRPFની મહત્વની ભૂમિકા હશે :ગૃહમંત્રી અમિત શાહ
