2025ની બોર્ડની પરિક્ષામાં ધોરણ નવ અને 11નાં વિદ્યાર્થીઓ માટેની નોંધણી ગઈકાલથી શરૂ થઈ ગઈ છે. કેન્દ્રિય માધ્યમિક શિક્ષણ બોર્ડ- CBSEનાં જાહેરનામા પ્રમાણે નોંધણી પત્ર રજૂ કરવાની છેલ્લી તારીખ 16 ઓક્ટોબર છે. CBSE સંલગ્ન શાળાઓએ cbse.gov.in પર પોતાનાં વિદ્યાર્થીઓની નોંધણી કરાવવાની રહેશે.
બોર્ડે જણાવ્યું છે કે, શાળાઓ દ્વારા જે વિદ્યાર્થીઓની નોંધણી થઈ હશે તેમને જ વર્ષ 2025-26નાં શૈક્ષણિક સત્રમાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષામાં બેસવા દેવાશે. શાળાઓએ પોતાના વિદ્યાર્થીઓની વિગતો રજૂ કરતાં પહેલાં પોર્ટલ પર પોતાની નોંધણી કરાવવી પડશે.
Site Admin | સપ્ટેમ્બર 19, 2024 10:27 એ એમ (AM) | #aakahvani #aakashvaninews | newsupdate
2025ની બોર્ડની પરિક્ષામાં ધોરણ નવ અને 11નાં વિદ્યાર્થીઓ માટેની નોંધણી ગઈકાલથી શરૂ થઈ
