ગુજરાત સરકાર આજથી વિકાસ સપ્તાહની ઉજવણી કરી રહી છે. 2001માં જ્યારે નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા, ત્યારથી અત્યાર સુધી રાજ્યની વિકાસ યાત્રાને દર્શાવવા માટે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે આ દરમિયાન પ્રસિદ્ધ સ્થળો પર વિકાસ પ્રદર્શની સહિત ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્યના વિકાસમાં નરેન્દ્ર મોદીના મહત્વપૂર્ણ યોગદાન વિશે લોકોને માહિતગાર કરવા માટે, રાજ્ય સરકાર તેમની પરિવર્તનકારી પહેલ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી, અમદાવાદ રિવર ફ્રન્ટ, મોઢેરા સૂર્ય મંદિર, ગિફ્ટ સિટી સહિત માન્ય 23 પ્રતિષ્ઠિત સ્થળોએ વિકાસ વોકનું આયોજન કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તમામ મંત્રીઓ સાથે આજે ગાંધીનગરમાં ભારત વિકાસ પ્રતિજ્ઞા લેશે.
રાજ્યના આર્થિક વિકાસને પ્રદર્શિત કરવા માટે, સ્ટાર્ટ અપ, નવા શોધકો અને ઉદ્યોગ સાહસિકોના યોગદાનને દર્શાવવા માટે રાજ્યમાં ગુજરાત વિકાસ ઇનોવેશન એક્સ્પોનું આયોજન કરવામાં આવશે. મોબાઈલ એક્ઝિબિશન વાન નરેન્દ્ર મોદીના સંકલ્પો અને સિદ્ધિઓ ખાસ કરીને ભૂકંપ પછી ભુજમાં થયેલ પરિવર્તન, વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અને જન ધન સહિત તેમના દ્વારા લેવામાં આવેલી વિવિધ સામાજિક આર્થિક પહેલોને પણ વિડીઓના માધ્યમથી પ્રદર્શિત કરશે.
સાથે જ 3 હજાર કરોડથી વધુની વિકાસ યોજનાઓનો પ્રારંભ કરાશે. હેશટેગ વિકાસ સપ્તાહ ટ્રેન્ડ સાથે સામાન્ય લોકો સરકારના શાસન સંદર્ભે પોતાના વિચારો રજૂ કરી શકશે તેમજ આ આયોજનમાં ભાગ લઈ શકશે.
Site Admin | ઓક્ટોબર 7, 2024 2:27 પી એમ(PM)
2001માં જ્યારે નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા, ત્યારથી અત્યાર સુધી રાજ્યની વિકાસ યાત્રાને દર્શાવવા માટે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે
