ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 2, 2025 9:37 એ એમ (AM)

printer

2000 રૂપિયાની 98.21 ટકા ચલણી નોટ બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ છે-ભારતીય રિઝર્વ બેંક

ભારતીય રિઝર્વ બેંકે જણાવ્યું કે, 2000 રૂપિયાની 98.21 ટકા ચલણી નોટબેંકિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ છે. 19 મે, 2023 ના રોજ, RBI એ 2000 રૂપિયાની બેંક નોટો ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. RBI એ એક નિવેદનમાં જણાવ્યું કે, 19 મે, 2023 ના રોજ કામકાજ બંધ થતાં ચલણમાં રહેલી 2000 રૂપિયાની નોટોનું કુલ મૂલ્ય 3.56 લાખ કરોડ રૂપિયા હતું. ત્યારથી આ વર્ષે 31 માર્ચના રોજ કામકાજ બંધ થતાં તે ઘટીને 6 હજાર 366 કરોડ રૂપિયા થઈ ગયું છે.7 ઓક્ટોબર, 2023 સુધી તમામ બેંક શાખાઓમાં 2000 રૂપિયાની નોટો જમા કરાવવા અથવા વિનિમય કરવાની સુવિધા ઉપલબ્ધ હતી. જો કે, આ સુવિધા હજુ પણ રિઝર્વ બેંકની 19 ઇશ્યૂ ઓફિસોમાં ઉપલબ્ધ છે. લોકો દેશની કોઈપણ પોસ્ટ ઓફિસમાંથી 2000 રૂપિયાની નોટો ભારતીય પોસ્ટ દ્વારા RBI ઇશ્યૂ ઓફિસમાં મોકલી શકે છે જેથી તેમના બેંક ખાતામાં ક્રેડિટ થઈ શકે. 2000 રૂપિયાની નોટો કાયદેસર ટેન્ડર તરીકે ચાલુ રહેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ