ગુજરાત રાજ્ય પુનઃપ્રાપ્ય ઊર્જાની 30 ગીગાવૉટની ક્ષમતા સાથે સમગ્ર દેશમાં અગ્રેસર હોવાનું ઊર્જામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું. ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે, રાજ્યમાં 16 હજારથી વધુ ગામના 18 લાખ 95 હજારથી વધુ ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી મળશે. જ્યારે બાકી રહેલા 632 જેટલા ગામના ખેડૂતોને દિવસે સત્વરે વીજળી અપાશે.
ઉપરાંત ગાંધીનગર, બનાસકાંઠા, અમદાવાદ અને ખેડામાં કુલ 6 નવી પેટા વિભાગીય કચેરીઓ મંજૂર કરવામાં આવી હોવાનું પણ શ્રી દેસાઈએ ઉમેર્યું હતું.
Site Admin | ડિસેમ્બર 25, 2024 8:21 એ એમ (AM) | ઊર્જામંત્રી કનુ દેસાઈ