કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ગઇકાલે ધોરાજી-ઉપલેટા વિસ્તારના જે રૂ.67.5 કરોડના 71 વિકાસકામોનું ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું. ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાની ઉપસ્થિતિમાં લોકાર્પણ-ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો.
ધોરાજી નગરપાલિકા વિસ્તારમાં કેન્દ્ર સરકારની અમૃત 2.0 યોજના અંતર્ગત રૂ. 29.91 કરોડના ખર્ચે પાણીની પાઇપલાઇન તથા “ફાટક મુક્ત ગુજરાત અભિયાન” અન્વયે રૂ.25.06 કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કરાયુ હતુ.
ધોરાજી નગરપાલિકા વિસ્તારમાં પાણીની પાઇપલાઇન, આંગણવાડી રીનોવેશન વર્ક, અમૃત સરોવર બ્યુટીફિકેશનનું કામ, ચુનીલાલ મડિયા સર્કલ વગેરે જેવા ૫ કામોનું રૂ. 621 લાખનું ખાતમુહૂર્ત તેમજ ઉપલેટા નગરપાલિકા વિસ્તારમાં વિવિધ વોર્ડમાં ગાર્ડન, જૂના પોરબંદર રોડ પર સર્કલ બનાવવાનું કામ, વગેરે ૫ કામોનું રૂ. 268.48 લાખનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
Site Admin | જાન્યુઆરી 19, 2025 10:04 એ એમ (AM) | મનસુખ માંડવીયા
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ધોરાજી-ઉપલેટા વિસ્તારના 67.5 કરોડ રૂપિયાના 71 વિકાસકામોનું ઈ-લોકાર્પણ કર્યું.
