ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 14, 2025 3:40 પી એમ(PM) | ચૂંટણી

printer

16 ફેબ્રુઆરીનાં રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પ્રચાર પડઘમ આજે સાંજે શાંત થશે

16 ફેબ્રુઆરીનાં રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પ્રચાર પડઘમ આજે સાંજે શાંત થશે. આ ચૂંટણીમાં કુલ 213 બેઠકો બિનહરીફ થતાં 5 હજાર 84 ઉમેદવારો ચૂંટણી લડશે. રાજ્ય ચૂંટણી આયોગની યાદીમાં જણાવ્યા પ્રમાણો સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી હેઠળના તમામ એકમો માટે કુલ 7 હજાર 36 ઉમેદવારી પત્રો રજૂ થાય હતા તે પૈકી 1 હજાર 261 અમાન્ય તેમજ 5 હજાર 775 ઉમેદવારી પત્રો માન્ય ઠર્યા છે અને 478 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા છે.
રાજકોટ જિલ્લાની જેતપુર-નવાગઢ પાલિકાના 11 વોર્ડની 44 બેઠકો માટે 140 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે 1 લાખ 4 હજાર મતદારો નોંધાયા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ