મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયતોની 16 ફેબ્રુઆરીનાં રોજ યોજાનારી ચૂંટણી માટેનાં પ્રચાર પડધમ આજે સાંજે શાંત પડશે. ઉમેદવારો હવે ડોર-ટુ-ડોર પ્રચાર કરશે. 213 બેઠકો બિનહરીફ થઈ છે અને 5084 ઉમેદવારો મેદાનમાં છે.
રાજ્ય ચૂંટણી આયોગની યાદીમાં જણાવ્યા પ્રમાણે,.સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી હેઠળના તમામ એકમો માટે કુલ 7 હજાર 36 ઉમેદવારી પત્રો રજૂ થયેલ હતા તે પૈકી 1 હજાર 261 અમાન્ય તેમજ 5 હજાર 775 ઉમેદવારી પત્રો માન્ય ઠર્યા છે અને 478 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો પરત ખેંચ્યાં છે.
જૂનાગઢ મહાનગરપાલિકાના 15 વોર્ડની કુલ 60 બેઠકો પૈકી 8 બેઠક સંપૂર્ણ બિનહરીફ થઈ છે. 66 નગરપાલિકાઓના 461 વોર્ડ પૈકી 24 વોર્ડ સંપૂર્ણ બિનહરીફ થઈ છે. કુલ 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ થઈ છે જ્યારે 1677 બેઠકો પર ચૂંટણી યોજાનાર છે આ બેઠકો માટે કુલ 4374 ઉમેદવારો હરિફાઇમાં છે.
અમદાવાદ મહાનગરપાલિકા, ભાવનગર મહાનગરપાલિકાના તથા સુરત મહાનગરપાલિકાની કેટલીક બેઠકો પર પેટા ચૂંટણી માટે કુલ 17 ઉમેદવારો હરીફાઇમાં છે. તાલુકા પંચાયતની પેટા ચૂંટણી હેઠળની 91 બેઠકો પૈકી 12 બેઠકો બિનહરીફ થઈ છે. મધ્યસત્ર ચૂંટણી હેઠળની બોટાદ અને વાંકાનેર નગરપાલિકાઓની કુલ 72 બેઠકો પૈકી 23 બેઠકો બિનહરીફ થઈ છે.
Site Admin | ફેબ્રુવારી 14, 2025 9:04 એ એમ (AM)
16 ફેબ્રુઆરીનાં રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પ્રચાર પડઘમ આજે શાંત થશે- 213 બેઠકો બિનહરીફ, 5084 ઉમેદવારો મેદાનમાં
