16મા નાણા પંચની કેન્દ્રીય ટુકડીએ આજે ગીરસોમનાથ જિલ્લાની મુલાકાત લીધી હતી.
જિલ્લાના અમારા પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે કે, વેરાવળ તાલુકામાં આવેલા કાજલી ગામે નાણા પંચે રાજ્ય અને કેન્દ્ર પુરસ્કૃત વિવિધ યોજનાઓના ગામમાં અમલવારી અને તેની પ્રગતિ અંગે માહિતી મેળવી હતી. તેમજ ગ્રામજનો સાથે સંવાદ કરી યોગ્ય સંશાધન, પ્રાપ્ત ભંડોળ અને વિકાસના વિવિધ કામન અંગે પૂછપરછ કરી હતી. ઉપરાંત નાણા પંચની ટુકડીએ કાજલી પ્રાથમિક શાળા, સેગ્રિગેશન શેડ, કમ્પોસ્ટ પીટની મુલાકાત લઈ ઉપલબ્ધ સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી. ઉપરાંત પંચે ગામવિકાસ અંગેની દ્રશ્ય-શ્રાવ્ય પ્રસ્તૂતિ પણ નિહાળી હતી.
Site Admin | ઓક્ટોબર 23, 2024 3:32 પી એમ(PM) | નાણા પંચ