ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 23, 2024 7:22 પી એમ(PM) | નાણા પંચ

printer

16માં નાણા પંચની કેન્દ્રીય ટુકડીએ આજે જૂનાગઢ જિલ્લાના સાસણગીરની મુલાકાત લીધી

16માં નાણા પંચની કેન્દ્રીય ટુકડીએ આજે જૂનાગઢ જિલ્લાના સાસણગીરની મુલાકાત લીધી હતી.
જિલ્લાના અમારા પ્રતિનિધિ સંજીવ મહેતા જણાવે છે કે પંચના અધ્યક્ષ ડો.અરવિંદ પાનાગરિયા અને સભ્યો જ્યોર્જ મેથ્યૂ, ડૉ. મનોજ પંડા અને સૌમ્યકાંતિ ઘોષ સાથે ટીમનાં સભ્યોએ ગીરની આગવી ઓળખ એવા ધમાલનૃત્યને નિહાળી ગીરની સંસ્કૃતિનાં દર્શન કર્યા હતા. ઉપરાંત સાસણ સિંહ સદન ખાતેની મુલાકાત દરમિયાન નાયબ વન સંરક્ષક ડૉ. રામ મોહન દ્વારા વિશ્વમાં એક માત્ર સાસણમાં જોવા મળતા એશિયાટીક સિંહ તથા સાસણ ગીર અભ્યારણ્યમાં વસવાટ કરતા અન્ય વન્ય પ્રાણીઓ તેમજ પક્ષિઓ વિશે વિસ્તૃત માહિતી મેળવી તેમના રક્ષણ માટે કરવામાં આવતી વિવિધ પ્રવૃતિઓની સરાહના કરી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ