132 જેટલાં કાશ્મીરી યુવક-યુવતીએ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.
કેન્દ્ર સરકારનાં ખેલ મંત્રાલયનાં નહેરૂ યુવા કેન્દ્રનાં ‘યુવા આદાન-પ્રદાન’ અને “વતન કો જાનો” અંતર્ગત આ પ્રવાસ યોજાયો હતો. આ પ્રસંગે છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાની ઉપસ્થિતીમાં એકતાનગર ખાતે સંગોષ્ઠી કાર્યક્રમ યોજાયો હતો.
સંગોષ્ઠી બાદ પ્રતિનિધિ મંડળે જંગલ સફારી પાર્ક અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. એક ભારત શ્રેષ્ઠ ભારત શિલ્પી સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા નિહાળી પ્રતિનિધિ મંડળ અભિભૂત થયું હતું.
Site Admin | જાન્યુઆરી 11, 2025 3:29 પી એમ(PM)