13 સભ્યોના ક્રૂ સાથેનું ભારતીય માછીમારી જહાજ માર્થોમા ગઈકાલે સાંજે ગોવા નજીક ભારતીય નૌકાદળની સબમરીન સાથે અથડાયું હતું. નૌકાદળે શોધ અને બચાવ કામગીરીમાં બોટના 13 સભ્યોમાંથી 11ને બચાવી લીધા છે જ્યારે અન્ય બેની શોધખોળ ચાલુ છે.
નેવીએ કહ્યું છે કે, સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશનમાં કોસ્ટ ગાર્ડના જહાજોની પણ મદદ લેવામાં આવી રહી છે અને ઘટનાનું કારણ ની તપાસ કરવામાં આવી રહી છે.
Site Admin | નવેમ્બર 22, 2024 2:31 પી એમ(PM) | ભારતીય નૌકાદળ