100-દિવસની પહેલના ભાગ રૂપે, ગવર્નમેન્ટ ઇ-માર્કેટપ્લેસ-GeM એ તેના પ્લેટફોર્મ પર વિક્રેતાઓ અને સેવા પ્રદાતાઓ માટે લેણ-દેણ શુલ્કમાં ઘટાડો કર્યો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે કહ્યું છે કે તેણે GeMમાં તેની લેણ-દેણ ફીમાં લગભગ 33 ટકાનો ઘટાડો કર્યો છે જે વેચાણકર્તાઓને ફાયદો કરશે અને તેમને વધુ સ્પર્ધાત્મક બનાવશે. GeM એ તેના પોર્ટલ માટે નવી આવક નીતિની જાહેરાત કરી છે, જે આ વર્ષે 9 ઓગસ્ટથી લાગુ થશે.
આ પોલિસી અનુસાર 10 લાખ રૂપિયા સુધીના લેણ-દેણ પર શૂન્ય ચાર્જ લાગશે. અગાઉ આ મર્યાદા પાંચ લાખ રૂપિયા હતી. મંત્રાલયે કહ્યું છે કે આ સાથે, GeM પર લગભગ 97 ટકા વ્યવહારો શૂન્ય ચાર્જના દાયરામાં આવશે. મંત્રાલયે કહ્યું છે કે બાકીના વ્યવહારો પર, શૂન્ય પૉઇન્ટ ત્રણ શૂન્ય ટકાની નજીવી ફી વસૂલવામાં આવશે જે મહત્તમ ત્રણ લાખ રૂપિયા હશે.
મંત્રાલયે કહ્યું છે કે લેણ-દેણ માળખામાં ફેરફારનો ઉદ્દેશ્ય જાહેર ખરીદીના વાતાવરણમાં પારદર્શિતા લાવવાનો છે. આનાથી નાના ઉદ્યોગોને ફાયદો થશે..
Site Admin | સપ્ટેમ્બર 21, 2024 7:41 પી એમ(PM)
100-દિવસની પહેલના ભાગ રૂપે, ગવર્નમેન્ટ ઇ-માર્કેટપ્લેસ-GeM એ તેના પ્લેટફોર્મ પર વિક્રેતાઓ અને સેવા પ્રદાતાઓ માટે લેણ-દેણ શુલ્કમાં ઘટાડો કર્યો
