10 હજારથી વધુ વસ્તી ધરાવતા ગામ સાથે અન્ય ગામોને સાંકળી ક્લસ્ટર બનાવીને માળખાકીય સુવિધા વિકસાવાશે.વિધાનસભામાં પંચાયત રાજ્યમંત્રી બચુભાઇ ખાબડે જણાવ્યું કે નગરપાલિકાની નજીકના વિસ્તારમાં આવતા રાજયના કુલ 2 હજાર 900 ગામોમાં ઘન કચરાનું ડોર ટૂ ડોર એકત્રીકરણ કરી નિકાલ કરાશે.
અત્યાર સુધીમાં મંજૂર કરવામાં આવેલ 3 હજાર 189 ગ્રામ પંચાયત ઘર પૈકી, 2 હજાર 939 નવીન ગ્રામ પંચાયતના કામો પૂર્ણ કરાયા છે. તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં એક હજાર 639 ગરીબ કલ્યાણ મેળા દ્વારા વિવિધ યોજનાઓ અન્વયે એક કરોડ 91 લાખ લાભાર્થીને 41 હજાર 368 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવાઈ છે.
અંતે પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળના પંચાયત પ્રભાગની 5 હજાર 94 કરોડ 62 લાખ રૂપિયાની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભામાં પસાર થઈ હતી.
Site Admin | માર્ચ 21, 2025 7:08 પી એમ(PM) | વિધાનસભા
10 હજારથી વધુ વસ્તી ધરાવતા ગામ સાથે અન્ય ગામોને સાંકળી માળખાકીય સુવિધા વિકસાવાશે : પંચાયત રાજ્યમંત્રી બચુભાઇ ખાબડ
