કેન્દ્રીય વાણિજ્ય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા પિયુષ ગોયલે કહ્યું છે, છેલ્લા દસ વર્ષનું સુશાસન દસ મૂળભૂત સિદ્ધાંતો પર આધારિત છે. ચેન્નાઈમાં એક કાર્યક્રમમાં સંબોધન કરતાં તેમણે કહ્યું કે, સરકાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિર્ણાયક નેતૃત્વ, મૂળ કારણ વિશ્લેષણ, પરિણામલક્ષી કાર્યવાહી, કાયદાનું શાસન અને પારદર્શિતા, સમયસર અમલીકરણ, મુદ્દાઓની પ્રાથમિકતા, જવાબદારી સાથે દેખરેખ, ટેકનોલોજી અપનાવવી, નવીન ધિરાણ અને તમામ હિસ્સેદારો સાથે ભાગીદારી સાથે કામ કરે છે. નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે નટરાજની 27 ફૂટની પ્રતિમા તમિલનાડુના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને દર્શાવે છે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે ખોરાક, કપડાં, આશ્રય, શિક્ષણ, આરોગ્યસંભાળ, ડિજિટલ કનેક્ટિવિટી, ગેસ જોડાણ અને ઉર્જા કુશળ પ્રકાશ વ્યવસ્થા ઊભી કરવા જેવી વિવિધ સરકારી સિદ્ધિઓ અંગે માહિતી આપી હતી.
Site Admin | જાન્યુઆરી 15, 2025 12:53 પી એમ(PM) | Piyush Goyal