અમદાવાદ મહાનગરપાલિકાએ “મિશન થ્રી મિલિયન ટ્રીઝ” અભિયાન અંતર્ગત શહેરમાં માત્ર 45 દિવસમાં 20 લાખથી વધુ છોડનું વાવેતર કર્યું છે. મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરીએ કહ્યું કે, આ અભિયાન અંતર્ગત 100 દિવસમાં 30 લાખ જેટલા છોડ રોપવાનો લક્ષ્યાંક છે.
શ્રી ચૌધરીએ કહ્યું, મહાનગરપાલિકા દ્વારા 15 જૂનથી શરૂ કરાયેલા આ અભિયાન હેઠળ શહેરના સાત ઝોન અને 48 વૉર્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનનો હવે 9થી 10 લાખ જેટલો જ લક્ષ્યાંક બાકી છે, જે ટૂંક સમયમાં પૂર્ણ કરાશે. આ અભિયાન થકી શહેરનું લીલું આવરણ 6થી 8 ટકા જેટલું વધવાનો અંદાજ પણ છે. દરમિયાન શ્રી ચૌધરીએ શહેરીજનોને વૃક્ષારોપણના આ અભિયાનમાં જોડાવવા અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે છેલ્લા 5 વર્ષમાં શહેરમાં 75 લાખથી વધુ છોડનું વાવેતર કરાયું છે.
Site Admin | ઓગસ્ટ 5, 2024 8:13 પી એમ(PM) | અમદાવાદ મહાનગરપાલિકા