હોળી ધુળેટીના તહેવારને ધ્યાને રાખી દ્વારકાના દ્વારકાધીશ મંદિરમાં ફૂલડોલ ઉત્સવ ઉજવવમાં આવશે. જેને લઈને જિલ્લા કલેકટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં દ્વારકા ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં દર્શનાર્થીઓ માટે માર્ગ સલામતી, સ્વચ્છતા, આરોગ્ય, પાર્કિંગ વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, તેમજ વીજ પુરવઠો સતત જળવાઈ રહે તેની તકેદારી રાખવા સહિત દર્શનાર્થીઓને કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન થાય તેની તકેદારી રાખતા સહિત તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માટે તમામ વિભાગોને સૂચનો આપવામાં આવ્યા હતા.
Site Admin | માર્ચ 7, 2025 2:41 પી એમ(PM)
હોળી ધુળેટીના તહેવારને ધ્યાને રાખી દ્વારકાના દ્વારકાધીશ મંદિરમાં ફૂલડોલ ઉત્સવ ઉજવવમાં આવશે
