હોકી ઈન્ડિયા લીગમાં ડચ ડ્રેગ-ફ્લિકર જિપ જાનસેનની શાનદાર હેટ્રીકથી તમિલનાડુ ડ્રેગન્સે ટીમ ગોનાસિકાને 6-5થી હરાવ્યું છે. રાઉરકેલામાં રમાયેલી આ મેચ જીતતા તમિલનાડુ ડ્રેગન્સ 9 અંક સાથે અંક યાદીમાં બીજા ક્રમાંકે પહોંચી છે. બીજી મેચમાં, નીચલા ક્રમે રહેલી હૈદરાબાદ તુફાન્સે યુપી રુદ્રાસને 3-0થી હરાવી પોતાની પ્રથમ જીત નોંધાવી છે. આજે રાત્રે સવા આઠ વાગે વેદાંત કલિંગ લેન્સર્સનો મુકાબલો ટીમ ગોનાસિકા સાથે થશે.
Site Admin | જાન્યુઆરી 9, 2025 2:57 પી એમ(PM) | હોકી ઈન્ડિયા લીગ