હોકીમાં, ભારતનો આજે બિહારના રાજગીરમાં મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ચીન સાથે મુકાબલો છે. યજમાન ટીમે ગઈ કાલે સેમિફાઇનલમાં જાપાનને 2-0થી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભારત માટે, નવનીત કૌરે 48મી મિનિટે પેનલ્ટી સ્ટ્રોકને ગોલમાં ફેરવ્યો, જ્યારે લાલરેમસિયામીએ 56મી મિનિટે ફિલ્ડ પ્લેમાંથી સ્ટ્રોક કર્યો.
ભારતે ગ્રુપ સ્ટેજની તમામ મેચો જીતીને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે.
ગઈ કાલે પ્રથમ સેમિફાઇનલમાં, ચીને તે જ સ્થળે મલેશિયાને 3-1થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ જીત સાથે, ચીને છ રમતોમાંથી પાંચ જીત મેળવી, જ્યારે મલેશિયાને 2 જીત અને 4 હાર મળી છે.
Site Admin | નવેમ્બર 20, 2024 2:40 પી એમ(PM)