હૉકી ઇન્ડિયાએ આજે પર્થ હૉકી સ્ટેડિયમમાં 26 એપ્રિલથી ચાર મે સુધી યોજાનારી સ્પર્ધામાં ઑસ્ટ્રેલિયા પ્રવાસ માટે 26 સભ્યની મહિલા ટીમની જાહેરાત કરી છે. પાંચ મૅચની શ્રેણીની પહેલી બે મૅચ-માં ભારતનો સામનો ઑસ્ટ્રેલિયા-એ ટીમ સામે થશે. ત્યારબાદ સિનિયર ઑસ્ટ્રેલિયન ટીમ સાથે ત્રણ મૅચ રમાશે.
મહિલા ટીમનાં સુકાની મિડફિલ્ડર સલિમા ટેટે અને ઉપ-સુકાની નવનીત કૌર હશે. બંને ગૉલ પોસ્ટ વચ્ચે અનુભવી ગૉલકિપર સવિતા અને યુવા પ્રતિભા બિચુ દેવી ખારિબામ પોતાની જવાબદારી નિભાવશે. આગામી જૂન મહિનામાં યોજાનારી F.I.H. પ્રૉ-લીગ 2024-25માં ટીમના યુરોપીયન પ્રવાસથી પહેલા આ સ્પર્ધાની તૈયારી મામલે નિર્ણાયક હશે.
Site Admin | એપ્રિલ 14, 2025 6:24 પી એમ(PM)
હૉકી ઇન્ડિયાએ ઑસ્ટ્રેલિયા પ્રવાસ માટે 26 સભ્યની મહિલા ટીમની જાહેરાત કરી
