હેલમેટના કાયદાનું ચુસ્તપણે અમલ ન થતો હોવાથી ગુજરાત વડી અદાલતે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટની ખંડપીઠે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, હેલમેટનાં કાયદા અંગે સરકાર અને પોલિસે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવી જોઇએ. કોર્ટે અમદાવાદમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે હેલ્મેટનાં કાયદાનો અમલ કરાવવા પણ તાકીદ કરી છે. મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલ અને ન્યાયમૂર્તિ પ્રણવ ત્રિવેદીની બેન્ચે જણાવ્યું હતું કે, તેઓ હાઇકોર્ટનાં કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત બનાવવા વિચારી રહ્યા છે.
Site Admin | ઓક્ટોબર 5, 2024 10:16 એ એમ (AM) | ગુજરાત